About Us

જામનાનાગર દ્વારા પરંપરાગત, કાયદેસર બંધારણ મુજબ, નીતિ નિયમો ને આધીન શૈલી મુજબ ચુંટાયેલા સમિતિ સભ્યો જે ટ્રસ્ટી શ્રી ઓ તરીકે હવે થી ઓળખ પામેલ છે. વર્ષો વર્ષ થી આં સમિતિ જામનનાગર માટે જામનગર મા કાર્યરત છે જ. પરંતુ સમય ફરે એમ પરિવર્તન આવશ્યક હોવાથી આં સમિતિ એક પોતાની આગવી ઓળખ સાથે,

નવા પરિવર્તન સાથે, નવી વિચારધારા સાથે છેલ્લા 9 વર્ષ થી એક પોતાના આગવા મુદ્રા લેખ સાથે ઉભરી આવી છે.

એ મુદ્રા લેખ કહો કે વર્તમાન સમય માં ટેગ લાઇન કહો એ આં મુજબ છે……“સંવાદિતા પેનલ”


નામ અનુરૂપ કાર્ય , વિચાર અને અમલીકરણ. એક એક વ્યક્તિ સાથે સંવાદિતા સાધી રાખી કાર્ય કરવાની અદભૂત શૈલી અમલ મા આવી. આ સમિતિ જામના નાગર  ના ઉત્થાન, શિક્ષા, માર્ગદર્શન વિકાસ, અને મનોરંજન માટે સતત કાર્યશીલ છે અને રહેશે. સમિતિ યુવા વર્ગ ને પ્રશિક્ષિત પણ કરે છે. સ્વયંસેવકો ને જ્ઞાતિ ના કામ મા આગળ લાવે છે, એમના નવા વિચાર, નવા સુજાવ, કંઇક અલગ કરવાની ભાવના ને પ્રેરકબળ આપે છે. હાટકેશ દાદા અને જ્ઞાતિ માટે ખરા મન થી જે સેવા કરવા ઈચ્છે છે અને કરે છે એમને ભવિષ્યમાં આં સમિતિ  ભાગ રૂપે તૈયાર કરવામાં આવે છે.  સંવાદિતા પેનલ નો આં વારસો જાળવવા ભવિષ્ય મા યુવા વર્ગ આગળ આવે અને એક વિચારધારા , સંવાદિતા રાખી શકે એવા યુવાનો કે સેવાભાવી ઓ આં પેનલ માં જોડાય. એ હેતુ ખાસ રહ્યો છે.

પરિવર્તન  દુનિયા નો નિયમ છે. સંપૂર્ણ સેવાભાવી, જ્ઞાતિ હિત માટે તત્પર એવી એક ટીમ તૈયાર કરવામાં આવે છે. જે આગળ જતાં આં સંવાદિતા પેનલ નો વારસો જાળવી શકે. અત્યાર સુધી દરેક સમિતિ એ જે ભાવ પૂર્ણ કામગીરી કરી એ હેતુ ને , વારસા ને , સેવા ના દીપક ને આગળ વધુ જલાવી રાખે એવા ઉમેદવાર તૈયાર થાય  હેતુ સાથે બદ્ધ છે. સમિતિ લોકો ની ઇષ્ટદેવ પ્રત્યે ની શ્રદ્ધા મા ઉત્તરોત્તર વધારો થાય તેવી પ્રવૃત્તિઓ કરે છે. આબાલ વૃદ્ધ દરેક ને હાટકેશ દાદા મા શ્રદ્ધા બની રહે તેવા પ્રયાસ સતત કરે છે.